નવી દિલ્હીઃ હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર મતદાન જારી છે. મત ગણતરી આઠ ઓક્ટોબરે થશે. રાજ્યમાં 1000થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યની ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 22.7 ટકા મતદાન થયું હતું.
આ ચૂંટણી જંગમાં નેતાઓમાં રાજ્યના CM નાયબ સિંહ સૈની (લાડવા), ભૂતlપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા-કિલોઈ), પૂર્વ ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા (ઉચાના કલાન)થી ચૂંટણી મેદાનમાં છે.
આ સિવાય INLDના અભય સિંહ ચૌટાલા (એલનાબાદ), ભાજપના અનિલ વિજ (અંબાલા કેન્ટ), ભાજપના ઓપી ધનખર (બદલી) અને કોંગ્રેસના વિનેશ ફોગાટ (જુલાના)થી ચૂંટણી લડી રહ્યાં છે. જો અપક્ષ ઉમેદવારોમાં હિસારથી સાવિત્રી જિંદાલ, રાનિયાથી રણજિત ચૌટાલા અને અંબાલા કેન્ટથી ચિત્રા સરવરા પણ છે.હરિયાણામાં 20,354350 મતદાતાઓ આ ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે, જેમાં 10,775,957 પુરુષ મતદાતાઓ અને 9,577,926 મહિલા મતદાતાઓ છે. અને મતદાતાઓની સંખ્યા 467 છે. ચૂંટણી પંતે મતદાન માટે રાજ્યમાં 20,632 પોલિંગ બૂથ બનાવ્યા છે. મતદાન સમયે મતદાતા મોબાઇલ નહીં લઈ શકે.
રાનિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રણજિત સિંહ ચૌટાલાએ પોતાનો મત આપ્યા બાદ કહ્યું કે આ વ્યક્તિત્વની ચૂંટણી છે. એક તરફ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે અને બીજી બાજુ નાયબ સૈની અને મનોહર લાલ ખટ્ટર છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા એક મોટા વિકલ્પ તરીકે ઊભરી રહ્યા છે. હું વડા પ્રધાન મોદીના કારણે ભાજપમાં જોડાયો છું. INLD, ભાજપ અને HLP ગઠબંધનમાં છે અને જો INLDને કોઈ બેઠક મળશે તો તેઓ ભાજપને જ સમર્થન કરશે.