નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે 4-1 રહ્યાં છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પગ પસાર્યા છે. ભાજપને સૌથી મોટી જીત UPમાં મળી છે. આ રાજ્યોમાં જ્યાં એન્ટિ ઇનકમ્બસી જણાવવામાં આવતી હતી, ત્યાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે. આવો ચૂંટણી પરિણામોની મહત્ત્વની વાતો જાણીએ…
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોના આંદોલનને સૌથી વધુ નિર્ણાયક માનવામાં આવે છે, પણ આ મુદ્દાને ઉત્તર પ્રદેશમાં ગૌણ ગણવામાં આવ્યો. ખેડૂત આંદોલનથી જોડાયેલા જે નેતાઓએ પાર્ટી બનાવીને ચૂંટણી લડી- તેઓ કોઈ કરિશ્મા નથી દેખાડી શક્યા.
આપની પંજાબમાં જીત કોંગ્રેસ માટે ખતરાની ઘંટી છે. જે રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસમાં સીધી લડાઈ દેખાતી હતી, ત્યાં આપ કોંગ્રેસના વિકલ્પ રૂપે ઊભરી છે. દિલ્હી પછી પંજાબમાં આપ પાર્ટીએ કોંગ્રેસ પાસે સત્તા છીનવી લીધી છે. જેતી અન્ય રાજ્યોમાં આપ પગ પ્રસારે એવી શક્યતા છે.કોંગ્રેસ હવે બચેલાં રાજ્યો જાળવી રાખવા એક પડકાર રહેશે.
યુપીમાં અખિલેશ યાદવના ઓમપ્રકાશ રાજભર, સ્વામી પ્રસાદ મૌર્ય અને પલ્લવી પટેલની સાથે નોન યાદવ OBCને સાથે જોડવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત અનુસૂચિત જાતિ વર્ગનો એક મોટો હિસ્સો BSPથી નીકળીને ભાજપ સાથે આવી ગયો છે. BSPને અસ્તિત્વની લડાઈ લડવાની છે.
અને છેલ્લે મોદીની લોકપ્રિયતા હજી પણ શિખરે છે. ભવિષ્યમાં મોદીના રાજકીય ઉત્તરાધિકારીના રૂપે યોગાના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાય નિર્ણયોથી યોગીનું કદ વધ્યું છે.
આ ઉપરાંત મતદારોએ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને આ વખતે ગૌણ ગણ્યા છે. દેશની સરહદની સુરક્ષા મોદીના રહેતાં શક્ય છે. બીજી બાજુ મતદાનના દિવસે કટ્ટર ટક્કર પણ જોવા નહોતી મળી.