મોદીજીના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં પણ આજે મતદાન

લખનઉઃ ભાજપશાસિત ઉત્તર પ્રદેશ રાજ્યમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાતમા અને આખરી તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજના ચરણમાં રાજ્યના અનેક મહારથી નેતાઓનું ચૂંટણી ભાવિ મતપેટીઓ/વોટિંગ મશીનોમાં કેદ થઈ જશે. આજે 9 જિલ્લામાં 54 બેઠકો પર મતદાન છે. આમાં વારાણસીનો પણ સમાવેશ થાય છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર છે. અન્ય જિલ્લા છેઃ આઝમગઢ, મઉ, ગાઝીપુર, જૌનપુર, ચંદૌલી, ભદૌલી, મિર્ઝાપુર અને સોનભદ્ર. કુલ 613 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.

આજના ચરણમાં ઉતરેલા મહારથી નેતાઓ-ઉમેદવારોમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકારના ત્રણ પ્રધાન, મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસનો સમાવેશ થાય છે. રાજ્યના પર્યટન પ્રધાન નીલકંઠ તિવારી વારાણસી-દક્ષિણ અને રવિન્દ્ર જૈન વારાણસી-ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં આ 54 બેઠકોમાંથી 29માં ભાજપ તથા એના સહયોગી પક્ષો – અપના દલ અને એસબીએસપીએ જીત હાંસલ કરી હતી. સમાજવાદી પાર્ટીએ 11 બેઠક જીતી હતી.

આ વખતની ચૂંટણીમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 10 માર્ચ નક્કી કરવામાં આવી છે. એ દિવસે અન્ય ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે – ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા.

(તસવીર સૌજન્યઃ @ECISVEEP)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]