આદિવાસી ગામના યુવાનને મળી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રીસર્ચ કરવાની તક

પાલઘર- મહારાષ્ટ્રના વડ જિલ્લાના આદિવાસી ગામ બુધવાલીનો રહેવાસી એક ગરીબ યુવકે પ્રતિષ્ઠિત રોયટર્સ ફેલોશિપ પ્રાપ્ત કરી છે.  આ ફેલોશિપના આધારે પત્રકાર તેજસ હદપ ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં રીસર્ચ કરશે. સપ્ટેમ્બર 2019માં ઓક્સફર્ડ જઈ રહેલા તેજસે રીસર્ચ માટે ‘ટ્રાન્ઝિશન ઈન મીડિયા’ વિષયની પસંદગી કરી છે.

મળતી જાણકારી મુજબ તેજસ અત્યંત ગરીબ પરીવારમાંથી આવે છે. તેમની માતા મજૂરી કામ કરે છે, અને પિતા કડિયાકામ કરે છે. તેજસને સારુ ભણતર મેળવવા માટે શરુઆતના દિવસોથી એ સ્તરની કોઈ સુવિધાઓ નથી મળી. સુવિધાઓ વગર તેમણે તેમના ગામની શાળામાં 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પત્રકારત્વના અભ્યાસ માટે મુંબઈમાં એડમિશન લીધુ.

મુંબઈની પ્રતિષ્ઠિત રુઈયા કોલેજમાંથી બેચલર ઓફ માસ મીડિયાની ડિગ્રી મેળ્યા બાદ તેમના માટે નોકરી કરવી ખુબજ જરૂરી હતી. આ સ્થિતિમાં તેમણે એક શિક્ષણ સંસ્થામાં નોકરી શરુ કરી દીધી. એક વર્ષ નોકરી કર્યા પછી તેજસને એક આર્થિક અને રાજકીય સાપ્તાહિક સમાચારપત્રમાં પ્રૂફરીડરની નોકરી મળી ગઈ. આ સમય દરમિયાન તેમણે ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં ‘ટ્રાન્ઝિશન ઈન મીડિયા’ વિષય પર રોયટર્સ ફેલોશિપ માટે અરજી કરી હતી. હવે તેજસ સપ્ટેમ્બર 2019માં ઓક્સફર્ડ યુનિવર્સિટી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]