નવી દિલ્હીઃ પાકિસ્તાને ઇન્ડિયન એરફોર્સના પાઇલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધો હતો અને નહીં છોડવાની વાત પણ કરી હતી, પરંતુ ભારતે નવ મિસાઇલો પાકિસ્તાન તરફ તહેનાત કરી દીધી, ત્યારે બંને પરમાણુ હથિયાર સંપન્ન દેશોની વચ્ચે ટેન્શનનો માહોલ હતો.
ભારતે જેમ મિસાઇલો સરહદે તહેનાત કરી, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને અને સેનાના ઇરાદા બદલાઈ ગયા હતા. ઇમરાન ખાન સતત વડા પ્રધાન મોદીની વાત કરવા માટે કોલ કરી રહ્યા હતા. પહેલાં પાકિસ્તાન અકડ બતાવી રહ્યું હતું, પરંતુ મિસાઇલ તહેનાત થતાં પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ હતી અને એ વાટાઘાટ પર આવી ગયું હતું.
આ ખુલાસો ભૂતપૂર્વ હાઇ કમિશનર અજય બિસારિયાએ નવા પુસ્તક Anger Management: The Troubled Diplomatic Relationships Between India And Pakistanમાં કર્યો છે. તેમણે પુસ્તકમાં દાવો કર્યો છે કે ઇમરાન ખાન વડા પ્રધાન મોદી સાથે વાત કરવા માગતા હતા.એ રાતને પણ મોદીએ કતલની રાત કહી હતી. આ વાત છે 27 ફેબ્રુઆરી,2019એ જ્યારે અભિનંદન વર્ધમાને એક પાકિસ્તાની F-16 તોડી પાડ્યું હતું, પણ તેઓ જેટ પર પાકિસ્તાની મિસાઇલ લાગી ગઈ હતી, તેઓ ઇજેક્ટ કરીને પાકિસ્તાનમાં પડ્યા હતા.
પાકિસ્તાની સેનાએ તેમને તત્કાળ પોતાના કબજામાં લઈ લીધા હતા. પહેલાં તો પાકિસ્તાની સેનાએ અકડ બતાવી હતી, પણ મોદી સરકારે મિસાઇલ પાકિસ્તાની તરફ તાકતાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભારતીય સેનાની આ તૈયારી જોઈને પાકિસ્તાની સેના અને સરકાર હલી ગઈ હતી.