બિલકિસ બાનો કેસમાં દોષીઓની છોડી મૂકવાનો આદેશ રદ

નવી દિલ્હીઃ ગુજરાતનાં રમખાણોની  પીડિતા બિલકિસ બાનોની સાથે 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. ગુજરાત સરકારે આ આરોપીઓને માફી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં આ આરોપીઓને માફીને રદ કરી દીધી છે. હવે આ આરોપીઓએ બે સપ્તાહમાં સરન્ડર કરવું પડશે.

જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઇયાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે બિલકિસ બાનોએ દોષીઓની મળેલી સજામાં છૂટને પડકાર આપતી અરજી દાખલ કરી હતી.

જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે પીડિતાના અધિકાર મહત્ત્વના છે અને મહિલા સન્માની પાત્ર છે. શું મહિલાઓ વિરુદ્ધ જઘન્ય ગુનાઓમાં છૂટ આપી શકાય છે?

આ દોષીઓને 2008માં મુંબઈની એક ટ્રાયલ કોર્ટે આજીવન જેલની સજા સંભળાવી હતી. ખંડપીઠે બધા 11 દોષીઓને જેલ પરત ફરવા અને મહારાષ્ટ્ર સરકારથી નવી સજા માફીની માગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 2017માં બોમ્બે હાઇકોર્ટે તેમની સજા યથાવત્ રાખી હતી અને કેસ ગુજરાતથી મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દીધો હતો. કોર્ટે કહ્યુંહ તું કે ગુજરાત સરકારને નિર્ણય લેવાનો અધિકાર નથી.2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008એ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. 15 ઓગષ્ટ 2022એ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.