માલદીવનું પ્રમોશન બંધ કરવા સરકારે જારી કર્યા નિર્દેશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી અને ભારત માટે માલદીવના મંત્રીઓના અપમાનજનક નિવેદન પછી માલદીવના બહિષ્કારનો મુદ્દો  અટકવાનું નામ નથી લેતો. ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરે દ્વિપક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે માલદીવના MoFAમાં એમ્બેસેડર ડો. અલી નસિર મોહમ્મદની સાથે બેઠક કરી હતી. એવિયેશન એન્ડ ટુરિઝમ કમિટી ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) તરફથી ટુરિઝમ કમિટી ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) તરફથી ટુરિઝમ ટ્રેડ એસોસિયેશન મેમ્બર્સે માલદીવને પ્રમોટ કરવા માટે ના પાડી દીધી હતી. ટુરિઝમ ટ્રેડ એસોસિયેશન મેમ્બર્સ, IATO, TAAI, TAFI, ATOAI, ADTOI અને MICE સામેલ છે. આ બધાને માલદીવનું પ્રમોશન અટકાવવા માટે કહેવામાં આવ્યું છે. જારી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે માલદીવના મંત્રીઓએ એન્ટિ-ઇન્ડિયા વિચારો જાહેર કર્યા છે.

માલદીવના મંત્રીઓનું આવું વલણ ત્યારે સામે આવ્યું, જ્યારે માલદીવમાં ફોરેન એક્સચેન્જ અને રોજગારી સર્જનમાં ભારતની મોટી ભૂમિકા છે.ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે કહ્યું હતું કે બધા ટુરિઝમ ટ્રેડ એસોસિયેશનને કહ્યું હતું કે તે અહીં આવતી ઇન્ક્વાયરીઝને લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ તરફ વાળે. એ જગ્યા માલદીવથી વધુ સારી છે. ભારત સિવાય જો બહારની જગ્યાઓને પ્રમોટ કરવી છે તો શ્રીલંકા, મોરિશિયસ, બાલી અને ફુકેતનું પ્રમોશન કરે.

હવે બૉયકોટ માલદીવના ટ્રેન્ડ વચ્ચે અક્ષય કુમાર અને સલમાન સહિત ઘણા સેલેબ્સ વડા પ્રધાન મોદીના સમર્થનમાં સામે આવ્યા છે, જેમના માટે માલદીવ અત્યાર સુધી પ્રિય વેકેશન ડેસ્ટિનેશન હતું. તો બીજી તરફ માલદીવ સરકારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓ મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કર્યા છે.