નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંક્રમણનો પ્રકોપ દેશમાં સતત જારી છે. લોકડાઉન છતાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 21,000ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી તાજા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 21,393 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1,409 નવા કેસ સામે આવ્યા છે અને 41 લોકોનાં મોત થયાં છે. જોકે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 681 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતની વાત એ છે કે 4,258 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ થયા છે.
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 લાખને પાર
કોરોના વાઇરસ અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી કુલ 26,28,872 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે 16,32,252 દર્દીઓની સારવાર ચાલુ છે અને 7,13,179 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. દેશમાં જારી કરવામાં તાજા આંકડા મુજબ રાજ્યવાર કોરોના સંક્રમિતોની સંખ્યા નીચે મુજબ છે.