નવી સંસદના ઉદઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હીઃ નવી સંસદના ઉદઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો છે. પહેલાં વિરોધ પક્ષોએ સરકારને એ વાતે ઘેરી હતી કે ઉદઘાટન રાષ્ટ્રપતિને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમ કરી રહ્યા છે? હવે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરીને આ મુદ્દે ન્યાયની માગ કરી છે.

વકીલ સીઆર જયા સુકિને દાખલ કરવામાં આવેલી અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિને ઉદઘાટન સમારોહથી બહાર કરીને કેન્દ્ર સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એના સન્માનમાં ઊણપ દેખાઈ રહી છે. તેમણે અરજીમાં સંસદનું ઉદઘાટન વડા પ્રધાનને બદલે રાષ્ટ્રપતિને હાથ કરવા માટે આદેશ જારી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બંધારણીય રીતે સરકારના વડા હોય છે. આવામાં તેમને સમારંભમાં કેમ બોલાવવામાં નથી આવ્યાં.

વકીલે અરજીમાં કહ્યું હતું કે બંધારણની આર્ટિકલ 79 કહે છે કે પાર્લમેન્ટનો અર્થ રાષ્ટ્રપતિ અને બે સંસદ થાય છે. રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય છે. તેમના બોલાવવા પર સંસદના બંને ગૃહ કામ કરવાનું શરૂ કરે છે. વડા પ્રધાન અને સરકારના તમામ મંત્રીઓને નિયુક્ત કરવાનું કામ પણ રાષ્ટ્રપતિની જવાબદાર છે. સરકાર બધાં કામ રાષ્ટ્રપતિને નામે જ કરે છે. કોઈ પણ બિલ જે સંસદ પાર કરે છે, એ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વગર કાયદો નથી બની શકતો. આમ સરકાર રાષ્ટ્પતિને નામે જ ચાલે છે. તેમનું કહેવું હતું કે રાષ્ટ્રપતિને ના બોલાવવા એક પ્રકારથી તેમનું અપમાન છે. આ ભારતના બંધારણની અવહેલના છે.