સિદ્ધુએ ઇમરાન ખાનને ‘મોટો ભાઈ’ કહેતાં ભાજપ ભડક્યો

ચંડીગઢઃ પંજાબના કોંગ્રેસઅધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ શનિવારે કરતારપુર સાહિબ પહોંચ્યા હતા. કરતારપુર પહોંચવા પર પાકિસ્તાનના વડા પ્રધાન તરફથી મોકલવામાં આવેલા અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્વાગત દરમ્યાન સિદ્ધુએ ફરી કે વાર પાકિસ્તાન પ્રેમ દેખાડતાં પાકના વડા પ્રધાન ઇમરાન ખાનને ‘મોટા ભાઈ’ જેવા કહ્યા હતા.

નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર સાહિબ ગુરુદ્વારા પહોંચીને દર્શન કર્યા હતા. કરતારપુર પહોંચ્યા પછી સિદ્ધુનો એક વિડિયો ભાજપના અમિત માલવીયે ટ્વીટ કર્યો હતો. આ વિડિયોથી દેશમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપે સિદ્ધુ સામે મોરચો ખોલી દીધો છે.

ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર સંમેલનમાં સિદ્ધુના મુદ્દે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિદ્ધુએ રાહુલ ગાંધીના કહેવા પર ઇમરાન ખાનને મોટા ભાઈ જણાવ્યા છે. તેમણે રાહુલ ગાંધીને આને ઘેરતાં હિન્દુત્વ પર હુમલો જણાવતાx કહ્યું છે કે હિન્દુમાં કોંગ્રેસને બોકો હરામ, ISIS દેખાય છે. તેમણે પ્રિયંકા ગાંધી પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ સિદ્ધુને ભાઈ કહ્યો હતો તો હવે સિદ્ધુએ ઇમરાન ખાનને મોટો ભાઈ ગણાવ્યો છે. તેમણે કેપ્ટન અમરિન્દર સિંહના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સિદ્ધુને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બતાવ્યો હતો. સિંહ કરતારપુર ગયા પછી હવે નવો વિરોધાભાસ શરૂ થયો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]