વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમેરિકા ભારતીય કોર્ટોમાં કોંગ્રેસ નેતાના કેસોને જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અભિવ્યક્તિ સ્વતંત્રતા, માનવાધિકારોની સુરક્ષા અને લોકતાંત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે ભારતની સાથે છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કાનૂનના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે. અમે રાહુલ ગાંધીના મામલામાં ભારતીય કોર્ટોમાં જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યાં અમેરિકાના દ્વિપક્ષી સંબંધ છે, ત્યાં કોઈ પણ દેશ વિરોધ પક્ષોના સભ્યોની સાથે જોડાવું સામાન્ય છે. અમે રાહુલ ગાંધીની ઘટના પર બાજ નજર રાખી રહ્યા છે, એવું તેમણે કહ્યું હતું.
સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી પર માનહાનિ કેસમાં 23 માર્ચે બે વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે રાહુલની વિરુદ્ધ સુરત પશ્ચિમથી ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. દોષી ઠેરવવામાં આવ્યા પછી લોકસભામાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.
અયોગ્ય ઘોષિત થયાના ત્રણ દિવસ પછી વિરોધ પક્ષોએ મોદી સરકારની સામે હુમલા તેજ કરી દીધા હતા અને સોમવારે લોકતંત્ર માટેનો કાળો દિવસ ઊજવ્યો. ભાજપે સંસદમાં વિરોધ પક્ષોના હંગામાની નિંદા કરી હતી. કોંગ્રેસ પર OBC સમાજની સામે ગાંધીની ટિપ્પણી યોગ્ય ઠેરવતાં નિમ્ન સ્તરના રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વેદાંત પટેલે ભારતના રાજદૂત અને પત્રકાર પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલા પર કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં રાજદૂતની સુવિધાઓ અને કર્મચારીઓની સામે હિંસા અથવા હિંસાની ધમકી ચિંતાનો વિષય છે, એને સાંખી નહીં લેવામાં આવે.