ઉમેશ અપહરણ પાલ કેસઃ અતીક અહેમદને ઉંમરકેદની સજા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. કોર્ટે અતીકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે, જ્યારે બાકીના સાત આરોપીઓને કોર્ટે  છોડી મૂક્યા છે. અતીક અને અશરફને કોર્ટમાં હાજર કરતી વખતે કોર્ટ અને જેલના પ્રાંગણમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અતીક અહેમદને સજ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા અને તેનો ભાઈ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો.

પાલનાં પત્ની જયાની ફરિયાદ પર પ્રયાગરાજના ધૂમનગંજ સ્ટેશનમાં અહેમદ, તેના ભાઈ, પત્ની શાઇસ્તા પરવીન, બે પુત્રો, સહયોગી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ તથા નવ અન્ય જણની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ પહેલાં કોર્ટની બહાર એક યુવક અહેમદને જૂતાં-ચંપલોનો હાર પહેરાવા માટે પહોંચ્યો હતો. અતીક અહેમદ છેલ્લાં ચાર વર્ષોથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો. કોર્ટે પોલીસે તેને પ્રયાગરાજ લાવવાના નિર્દેશ આપ્યા હતા. જેથી UP પોલીસ તેને સાબરમતી જેલમાંથી સોમવારે સાંજે પ્રયાગરાજ લઈને પહોંચી હતી. અતીક અહમદ પર 100થી વધુ કેસ નોંધાયેલા છે. અતીક પાંચ વાર વિધાનસભ્ય અને ફૂલપુર લોકસભા સીટથી સાંસદ પણ રહી ચૂક્યો છે.

17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે.