ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.22 વિધાનસભ્યોનાં રાજીનામાંનો અસ્વીકાર
પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રધાનો સહિત 19 વિધાનસભ્યો હાલ બેંગલુરુમાં છે. કુલ 22 વિધાનસભ્યોએ મધ્ય પ્રદેશના વિધાનસભા અધ્યક્ષને પોતાનાં રાજીનામાં સોંપ્યા છે, પરંતુ એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપપ્રવેશમાં જવાથી અને 22 વિધાનસભ્યોનાં રાજીનામાં આપતાં હવે કમલનાથ સરકારના અસ્તિત્વ પર સંકટ છે
સ્પીકરે હાજર થવા આદેશ કર્યો
વિધાનસભાના અધ્યક્ષ એનપી પ્રજાપતિએ રાજીનામાં આપનારાં બધા વિધાનસભ્યોને નોટિસ જારી કરીને તેમની સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. વિધાનસભા અધ્યક્ષે બેંગલુરુમાં હાજર કોંગ્રેસના 11 વિધાનસભ્યોને નોટિસ પાઠવી છે. સૌથી પહેલાં છ પ્રધાનોને પણ નોટિસ પાઠવી છે.
ભાજપે કહ્યું 16 માર્ચે ફ્લોર ટેસ્ટ, કોંગ્રેસ કહ્યું ના થઈ શકે
મધ્ય પ્રદેશમાં ભાજપે 16 માર્ચે બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષને ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરી છે, પણ મધ્ય પ્રદેશમાં બનેલા કાજકીય ઘટનાક્રમમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે કહ્યું હતું કે 19 કોંગ્રેસના વિધાનસભ્યો ભાજપના કબજામાં છે, જેથી ફ્લોર ટેસ્ટ ના થઈ શકે.