મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાનું કહેવું છે કે એમની કંપની દ્વારા નિર્મિત કોવિશીલ્ડ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બૂસ્ટર ડોઝ રૂ. 600 (કરવેરા અલગ) કિંમતમાં પડશે.
પૂનાવાલાએ એમ પણ કહ્યું છે કે તેમની કંપની હોસ્પિટલો અને વિતરકોને મોટા ડિસ્કાઉન્ટ સાથે બૂસ્ટર ડોઝ પૂરા પાડશે.
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે કોવિડ-19 રસીનો પ્રીકોશન ડોઝ (બૂસ્ટર) 18 વર્ષથી ઉપરની વયનાં અને કોરોના રસીનો બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ તમામ લોકોને આપી શકાશે. બૂસ્ટર ડોઝ રસીકરણ કામગીરી 10 એપ્રિલથી ખાનગી કેન્દ્રોમાં શરૂ કરાશે.