મોદી સરકાર સૂત્રોચ્ચાર અને સેલ્ફ પ્રમોશનમાં A પ્લસ છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી- કેન્દ્રની મોદી સરકારે તેના ચાર વર્ષ પુરા થવાના અવસરે દેશની જનતા સમક્ષ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને અનેક મોરચે નિષ્ફળ ગણાવી છે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ મોદી સરકારનું અનેક મુદ્દે ગ્રેડિંગ કર્યું છે. અને જણાવ્યું કે, મોદી સરકાર જનતાની અપેક્ષા પુરી કરવામાં નિષ્ફળ રહી છે.રાહુલ ગાંધીએ મોદી સરકારને કૃષિ, વિદેશ નીતિ, ઈંધણની કિંમતો અને રોજગારની તકો જેવા મુદ્દે ‘F ગ્રેડ’ આપ્યો છે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કર્યો અને સરકારને નવા સૂત્રો બનાવવા અને સેલ્ફ પ્રમોશન માટે ‘A પ્લસ’ ગ્રેડ આપ્યો છે. આ સિવાય રાહુલ ગાંધીએ યોગને ‘B ગ્રેડ’ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી યોગને શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વનો ગણાવતા રહ્યા છે અને પોતે પણ યોગ કરે છે.