ભ્રષ્ટાચાર પર એક્શનથી વિપક્ષો એક થયા છેઃ PM મોદી

કટક- કેન્દ્રમાં મોદી સરકારના આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારનું રીપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટકમાં એક રેલીને સંબોધન કર્યું હતું, અને તેમની સરકારની સફળતા ગણાવી હતી. સાથે વિપક્ષની એકજુટતા પર હૂમલો કર્યો હતો. કટ્ટર દુશ્મનો દોસ્ત બની ગયા છે. ભ્રષ્ટાચાર પર એક્શન લેવાનું ચાલુ કર્યું તો બધા ભેગા થઈ ગયા છે, એમ કહીને વિપક્ષો પર આકરો પ્રહાર કર્યો હતો.પીએમ મોદીના સંબોધનના અંશ

  • અમે જનતાના દિલમાં જગ્યા બનાવી છે, મોદી રાષ્ટ્ર નિર્માણમાં લાગ્યા છે.
  • કિસાન ક્રેડિટ કાર્ડને પશુપાલન અને મત્સ્ય પાલન સુધી લંબાવવામાં આવ્યું છે.
  • સરકાર બીજથી બજાર સુધીની વ્યવસ્થા વિકસિત કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
  • ઓડિસામાં આઠ સિંચાઈ પરિયોજનાઓ કેટલાય દશકાથી અટકીને પડી છે, તેને પુરી કરવા માટે કેન્દ્ર સરકાર 80 હજાર કરોડનો ખર્ચ કરી રહી છે.
  • ઓડિસામાં પાંચ નદીઓ વહી રહી છે, તેના ઉપયોગનો પ્રયાસ રાજ્ય સરકાર નથી કરી રહી.
  • ઓડિસામાં મીડિયામાં આવનારા દર્દીઓની ખરાબ તસ્વીરો હેરાન પરેશાન કરનારી છે. ખબર નગી અહીની સરકારોએ શુ કામ કર્યા છે.
  • ઓડિસા સહિત પૂર્વ ભારતમાં સ્વાસ્થ સેવાની સ્થિતી બેહદ ખરાબ છે.
  • દેશમાં ટ્રેનથી વધારે લોકો હવાઈ જહાજમાં યાત્રા કરી રહ્યા છે. મારુ સ્વપ્ન છે કે હવાઈ ચપ્પલ પહેરનાર પર હવાઈ જહાજમાં યાત્રા કરે.
  • પાંચ હજાર કરોડના ગોટાળાના આરોપમાં જામીન પર બહાર નીકળેલા લોકો અલગઅલગ આરોપીઓ આજે એક થઈ ગયા છે. તેઓ દેશને બચાવવા નહી પણ પોતાના પરિવારને બચાવવા ભેગા થઈ રહ્યા છે.
  • આ લોકો સ્વાર્થ માટે આજે એકઠા થયા છે. આ યાદ રાખવું જોઈએ. જે પરિવારે દેશ પર 48 વર્ષ રાજ કર્યું તેમણે દેશની શુ પરવા કરી છે.
  • વિદેશોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત લાવવા માટેનું કામ અમારી સરકારે કર્યું છે.
  • ગ્રુપ સીમાં નોકરીમાં ઈન્ટરવ્યૂ બંધ કરાવ્યા પચી ગરીબ યુવાનોને નોકરી મળતી થઈ છે.
  • અમારી સરકારે સ્કિલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા કાર્યક્રમ શરૂ કર્યા છે.
  • ઉજાલા યોજના અનુસાર 20 કરોડથી વધુ એલઈડી બલ્બ વિતરીત કર્યા છે. જેમાં 16 હજાર કરોડની બચત થઈ છે.
  • જનધન, આધાર અને મોબાઈલ ફોન દ્વારા 80 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.
  • અમે સંબધો માટે દેશ નથી ચલાવતા, પણ દેશમાં ખપી જઈએ છીએ
  • દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યા 136થી ઘટીને 90 પર આવી ગઈ છે.
  • યુરિયા ખાતરની 100 ટકા નીમ કોટિંગ કરવામાં આવ્યું છે. જેનાથી ખેતી પર ખેડૂતોનો ખર્ચ ઘટ્યો છે.
  • પ્રક્રિયાઓને જટિલ બનાવતા 1400 કાયદાઓને અમે સમાપ્ત કર્યા છે.
  • પાસપોર્ટ મળવાનો સમય ઘટાડી દીધો છે.
  • અમે ગરીબોને સશક્ત બનાવવાનું કામ છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છીએ.
  • દેશમાં 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજના સાથે જોડવામાં આવ્યા છે.