રાષ્ટ્રીય વોલીબોલ પ્લેયર રોમિત બુનકીનું નિધન, ડૉક્ટર સામે ચીંધાઇ આંગળી

રત: શહેરના આશાસ્પદ ખેલાડી રોમિત જયેશકુમાર બુનકીનું સૂરતની મહાવીર હોસ્પિટલમાં નિધન થયું છે. વોલીબોલના રાષ્ટ્રીય ખેલાડી રોમિત બુનકીનું સારવાર દરમિયાન અવસાન થતાં પરિવારે ડોક્ટરની બેદરકારી સામે આંગળી ચીંધી છે. વોલીબોલ ખેલાડી રોમિતના લગ્ન થયે હજુ મહિનો પણ થયો નથી ને આવી ઘટના બનતાં પરિવારજનો અત્યંત આઘાતકારી બની રહી છે. રોમિત સૂરતની મહાવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.
મળતી વિગત પ્રમાણે રોમિત ગોધરા કેમ્પમાં ગયો હતો અને ત્રણ દિવસની ટૂંકી બીમારીમાં સારવાર દરમિયાન મોત થયું છે. જેથી પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ડૉક્ટરોની બેદરકારીના કારણે તેનું મોત થયું છે.

રોમિતના લગ્ન 30મી એપ્રિલે થયાં હતાં. રોમિત લગ્નના થોડા દિવસ બાદ તે ગોધરા કેમ્પમાં ગયો હતો. જ્યાં તાવ આવતાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ કંઈ ફરક ન પડતાં સૂરતની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 3 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે.