અપહૃત 4 વર્ષીય બાળકને પોલિસ ન શોધી શકી, મૃતદેહ મળી આવ્યો

રાજકોટઃ શાપર વેરાવળ વિસ્તાર આજે પણ માધ્યમોની સુરખીમાં છે. કેટલાક દિવસ પહેલાં શાપર વેરાવળમાં રહેતાં પરિવારના 4 વર્ષીય બાળકનું અપહરણ થયું હતું તે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.અપહૃત બાળકનો મૃતદેહ કોટડા સાંગાણીથી શાપર વેરાવળ જવાના રસ્તે મળ્યો હતો. જેને પગલે ગોંડલ ડીવાયએસપી ચૌહાણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.

બાળકનું નામ હેત હરેશભાઇ વાઢેર હતું. શાંતિધામ સોસાયટી સ્થિત પોતાના ઘરના ફળીયામાં રમતો હતો ત્યારે તેનું કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલિસ અપહરણકારો સુધી પહોંચી શકી ન હતી તે કોઇ માહિતી મેળવી શકી નથી. એ પહેલાં બાળકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારના લોકોમાં ભારે રોષ છવાઇ ગયો છે.