નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી સરનેમવાલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે એ સાથે રાહુલ ગાંધી પર રૂ. 15,000નો દંડ પણ ફટકાર્યો હતો. જોકે કોર્ટે રાહુલ ગાંધીને તત્કાળ જામીન પણ આપ્યા હતા. એ સાથે તેમને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસની મુદત પણ આપતાં તેમની સજાને હાલપૂરતી સસ્પેન્ડ પણ કરી છે. આ મુદ્દે ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજાની સાથે એક સાંસદના રૂપે અયોગ્ય થઈ જાય છે. એ સજા વિચિત્ર છે.
તેમણે કહ્યું હતું કે માનહાનિ કેસમાં બે વર્ષની સજા થયા બાદ રાહુલ ગાંધી કાયાદા હેઠળ સંસદની સભ્યપદથી અયોગ્ય ઠેરવવામાં આવે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે જો કોર્ટ માત્ર સજાને સસ્પેન્ડ કરી દે છે તો એ પૂરતું નહીં હોય સસ્પેન્ડ અથવા દોષસિદ્ધિ પર સ્ટે હોવો જોઈએ. તેઓ સંસદના સભ્ય તરીકે ત્યારે રહી શકે છે, જ્યારે દોષસિદ્ધિ પર સ્ટે હોય. તેમણે કહ્યું હતું કે કાનૂન કહે છે કે કોઈ વિધાનસભ્ય અથવા સાસંદને કી ગુના માટે બે વર્ષની સજા ફટકારવામાં આવે છે તો સંબંધિત વિધાનસભ્ય કે સાંસદની સીટ ખાલી થઈ જાય છે. સ્વાભાવિક રૂપે અધ્યક્ષ કાનૂન અનુસાર આગળ વધશે.
વર્ષ 2013મા લિલી થોમસ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ સાંસદ, વિધાનસભ્ય કે MLC- જેને અપરાધી કે દોષી ઠેરવવામાં આવે અને ઓછામાં ઓછી બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે. તેઓ તત્કાળ પ્રભાવથી સંસદની સભ્યપદ ગુમાવી દે છે.