પશ્ચિમ બંગાળ, આસામમાં સત્તાનું પુનરાવર્તન થશેઃ સર્વે

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરી –બધા રાજ્યોમાં આ વખતે સત્તા પક્ષ અને વિપક્ષ પચ્ચે કાંટાની ટક્કર છે. સી-વોટરના સર્વે મુજબ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને આસામમાં ભાજપ –એનડીએમાં ખુરશી બચાવવામાં સફળ રહેશે. જોકે તામિલનાડુમાં આ વખતે કોંગ્રેસ ગઠબંધનને સત્તા મળે એવી શક્યતા છે.

આ પાંચ રાજ્યોમાં સર્વે મુજબ કયા પક્ષને કેટલી બેઠકો મળશે એનો અંદાજ નીચે મુજબ છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે. જેમાંથી તૃણમૂલ કોંગ્રેસને  154, ભાજપને 107, લેફ્ટ-કોંગ્રેસ-ISFને 33 બેઠકો મળે એવી શક્યતા છે.

તામિલનાડુ

તામિલનાડુમાં વિધાનસભાની કુલ 234 સીટો છે, જેમાંથી કોંગ્રેસ-યુપીએ- 158, ભાજપ-એનડીએને 65 સીટો અને અન્યને 11 બેઠકો પ્રાપ્ત થશે.

કેરળ

કેરળ વિધાનસભાની કુલ 140 બેઠકો છે, જેમાંથી એલડીએફ- 82 સીટો, યુડીએફ 56 બેઠકો, ભાજપને એક બેઠક અને અન્યના ખાતામાં એક સીટ જશે.

આસામ

આસામ વિધાનસભાની કુલ 126 બેઠકો છે, જેમાંથી ભાજપ-એનડીએફને 67 બેઠકો, કોંગ્રેસ-યુપીએને 57 બેઠકો અને અન્યને બેઠકો પ્રાપ્ત થાય એવી શક્યતા છે.

પુડુચેરી

પુડુચેરી વિધાનસભાની કુલ 33 બેઠકો છે, જેમાંથી ભાજપ-એનડીએને 18 બેઠકો અને કોંગ્રેસ-યુપીએને 12 બેઠકો મળે એવી શક્યતા છે.

ઓપિનિયન પોલ મુજબ સર્વેમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 154થી 164 બેઠકો સાથે સત્તામાં  પરત ફરશે. આ પાંચે રાજ્યોમાં બીજી મેએ ચૂંટણી પરિણામો જાહેર થશે.