આર્થિક સંકટને પહોંચી વળવા મમતાદીદીએ વડાપ્રધાનને આ સલાહ આપી

નવી દિલ્હીઃ મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને આર્થિક સંકટના સમાધાન માટે વિશેષજ્ઞો અને તમામ રાજનૈતિક દળો સાથે વાત કરવાની સલાહ આપી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં સરકારી ભાગીદારી વેચીને ધન એકત્ર કરવું એ માત્ર અસ્થાયી રાહત પ્રદાન કરી શકે છે. તેમણે પત્રકારોને કહ્યું કે, કેન્દ્રએ નાના-નાના પગલા ઉઠાવવાની જગ્યાએ આનું કોઈ સ્થાયી સમાધાન લાવવું જોઈએ. જ્યાં સુધી આર્થિક સ્થિરતા નહી હોય ત્યાં સુધી આ પ્રકારના ઉપાયોનું સમાધાન ન આવી શકે.  

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે એક ચૂંટાયેલી સરકારને સ્વતંત્ર રુપે કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. દેશને પ્રભાવિત કરનારા મુદ્દાઓ પર તમામ પાર્ટીઓનો મત લેવો જોઈએ. તેમણે કહ્યું કે મારું માનવું છે કે વડાપ્રધાને આર્થિક સંકટને પહોંચી વળવા માટે દેશમાં વિશેષજ્ઞો સાથે વાત કરવી જોઈએ અને એક તમામ પક્ષોની એક બેઠક આયોજિત કરવી જોઈએ.