રેલવેના આ બાબુને હવે ખુશવંત સિંહની નોવેલ અશ્લીલ લાગે છે!!

નવી દિલ્હીઃ પીએસીના અધ્યક્ષ રમેશચંદ્ર રત્નએ પ્રસિદ્ધ લેખક ખુશવંત સિંહની નવલકથા “ઓરતે, સેક્સ, લવ અને લસ્ટ” ને અશ્લીલ ગણાવી છે. તેમણે આને રેલવેના તમામ બુક સ્ટોલ્સ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. રત્નએ બુધવારના રોજ રેલવે સ્ટેશનો પર લગેલા બુક સ્ટોકના ઈન્સ્પેક્શન દરમિયાન આ વાત કહી છે. આ દરમિયાન તેમણે ઘણા અન્ય પુસ્તકો પર પણ આપત્તિ વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે આવા પુસ્તકો નવી પેઢી પર ખોટી અસર પાડી શકે છે. આવા પુસ્તકોના માલિકોને તેમણે ચેતવણી આપી છે. ભોપાલ રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓના નિરીક્ષણ કરવા દરમિયાન રમેશ ચંદ્ર રત્નએ બુક સ્ટોલ પર લેખક ખુશવંત સિંહની નવલકથાને જલ્દી જ હટાવવા માટે કહ્યું છે. આ સીવાય તેમણે કેટલાક અન્ય પુસ્તકોના વેચાણ પર પણ આપત્તિ વ્યક્ત કરી છે. તો આ મામલે તેમણે સ્ટેશન પર સ્થીત અન્ય સ્ટોલના માલિકોને પણ ચેતવણી આપી છે.

આ મામલે માહિતી આપતા રમેશ ચંદ્ર રત્નએ જણાવ્યું કે, અધિકારીઓને પણ આના માટે સાવચેત કરી અને આદેશ આપવામાં આવ્યા છે કે અશ્લીલ વસ્તુઓ બુક સ્ટોલ પર મળવા ન દે. તેમણે આગળ કહ્યું કે, આપણે કંઈક એવી વસ્તુ ન આવવા દઈએ કે જેનાથી નવી પેઢીને કોઈ આઘાત પહોંચે. તેમણે ભોપાલ રેલવે સ્ટેશનની સ્વચ્છતા અને યાત્રીઓની સુવિધાનું ઈન્સ્પેક્શન કર્યા બાદ સંતોષ વ્યક્ત કર્યો.