નવી દિલ્હીઃ સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (CSIR- CCMB)ના ડાયરેટર ડો. રાકેશ મિશ્રાનું કહેવું છે કે કોરોનાવાઈરસના ફેલાવાના મામલે આવતા ત્રણ અઠવાડિયા ભારત માટે મહત્ત્વના છે. લોકો સુરક્ષા માર્ગદર્શિકાઓનું કડક રીતે પાલન કરે એ ખૂબ જ મહત્ત્વનું છે. લોકોએ જ અત્યંત કાળજી લઈને સ્વયંને બીમારીના ચેપથી બચાવવાની જરૂર છે. દેશભરમાં હોસ્પિટલોમાં પથારીઓ, ઓક્સિજન સિલિન્ડરો અને રસી-પૂરવઠાની અછતની હાલની પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો ભારત આફતમાં મૂકાઈ જશે.
દરમિયાન, ટાટા સ્ટીલ, JSPL, કેન્દ્ર સરકાર હસ્તકની સ્ટીલ ઉત્પાદક કંપની SAIL, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, JSW સ્ટીલ જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે કોવિડ દર્દીઓની સારવાર માટે તેઓ મેડિકલ ઓક્સિજન (લિક્વીડ મેડિકલ ઓક્સિજન – LMO)ની સેંકડો-હજારો ટનના હિસાબે દેશભરમાં સપ્લાય કરી રહી છે.