92-દિવસમાં 12-કરોડને કોરોના-રસીનો પહેલો-ડોઝ આપ્યોઃ ભારત નંબર-1

નવી દિલ્હીઃ ભારતે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ શરૂ કર્યાને 92 દિવસ થયા છે અને આ દરમિયાન તેણે 12 કરોડથી વધારે લોકોને રસીનો પહેલો ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ કરી છે. દુનિયામાં આ સિદ્ધિ સૌથી ઝડપે ભારતે હાંસલ કરી છે. અમેરિકાએ આ આંકડા પર પહોંચવા માટે 97 દિવસ લીધા છે અને ચીને 108 દિવસ.

આમ, વિશ્વમાં ભારતની આ સૌથી મોટી સામુહિક રસીકરણ ઝુંબેશ બની છે. દેશમાં આજે સવારે 7 વાગ્યા સુધીની માહિતી અનુસાર 18,15,325 સત્રમાં કુલ 12,26,22,590 લોકોને કોરોના-રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]