નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકાર ટૂંક સમયમાં મ્યાનમાર બોર્ડરને સુરક્ષિત કરશે. એટલા માટે બોર્ડર પર ફેન્સિંગ લગાવવામાં આવશે. આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં ગૃહપ્રધાન એલાન કર્યું હતું કે મ્યાનમારની સાથેની ભારત બોર્ડરને બંગલાદેશની જેમ ફેન્સિંગ લગાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર મ્યાનમાર સાથેની સરહદ પર વાડ બાંધશે. બંને દેશો વચ્ચે સરળ અવરજવરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યું છે. જાતીય સંઘર્ષથી બચવા માટે મોટી સંખ્યામાં મ્યાનમારના સૈનિકો ભારતમાં ઘૂસી રહ્યા છે. અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમારના લગભગ 600 સૈનિકો સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા છે. પશ્ચિમ મ્યાનમારમાં અરકાન આર્મી કેમ્પ પર એક જૂથ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ સૈનિકો મિઝોરમના લોંગતાલાઈ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ બંધ થવાથી બંને દેશો વચ્ચે થઈ અવરજવરનો બંધ થશે અને વિઝા ફરજિયાત બની જશે.
Centre to fence Myanmar border, ending free movement into India, announces Amit Shah
— Frontalforce 🇮🇳 (@FrontalForce) January 20, 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018માં ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR) લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત લોકોને કોઈપણ સમસ્યા વિના બંને દેશો વચ્ચે 16 કિલોમીટર સુધી અવરજવરનો અને બીજા દેશમાં બે અઠવાડિયા સુધી રહી શકે છે. આ વ્યવસ્થા બંધ થયા બાદ સરહદ પર રહેતા લોકોને ભારતમાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર પડશે. ભારત અને મ્યાનમાર લગભગ 1600 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. મ્યાનમારની સરહદ મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને સ્પર્શે છે. કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વ ભારતમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન, ડ્રગ્સ અને ઘૂસણખોરી રોકવા માગે છે.