જનતાને-તકલીફ આપવામાં મોદી-સરકારે રેકોર્ડ કર્યો છેઃ પ્રિયંકા

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડિઝલના સતત વધી રહેલા ભાવના મુદ્દે કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આજે આકરાં પ્રહારો કર્યા છે અને એવો આક્ષેપ કર્યો છે કે લોકોને તકલીફ આપવામાં મોદી સરકારે મોટા મોટા વિક્રમ સર્જ્યા છે.

પ્રિયંકાએ ટ્વિટર પર એક મિડિયા અહેવાલ ટેગ કર્યો છે જેમાં જણાવાયું છે કે આ વર્ષે પેટ્રોલના ભાવમાં રૂ. 23.53નો વધારો થયો છે જે એક વિક્રમ છે. પ્રિયંકા ગાંધીએ હિન્દીમાં ટ્વીટ કર્યું છે કે, ‘મોદીજીની સરકારે જનતાને તકલીફ આપવામાં મોટા વિક્રમો કર્યા છે. સૌથી વધુ બેરોજગારીઃ મોદી સરકારમાં, સરકારી સંપત્તિઓનું વેચાણ થઈ રહ્યું છેઃ મોદી સરકારમાં, પેટ્રોલના ભાવ એક વર્ષમાં સૌથી વધારે ઊંચે ગયા છેઃ મોદી સરકારમાં.’ ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ છે રૂ. 113.12. ઈંધણના ભાવવધારા સામેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ આવતી 14-29 નવેમ્બર દરમિયાન દેશભરમાં મોટા પાયે આંદોલન કરવાનું નક્કી કર્યું છે. તે આંદોલનમાં કોંગ્રેસી નેતાઓ પોતપોતાના મતવિસ્તારોમાં પદયાત્રાઓ કાઢશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]