‘રસી લેનારાઓને વેક્સિન-બૂસ્ટર ડોઝનો નિર્ણય એક-વર્ષ પછી’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા પછી લોકોને હોસ્પિટલાઈઝ થવા સામે કે મૃત્યુની દ્રષ્ટિએ રસી સામે કેટલું રક્ષણ આપે છે એના આધારે બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને એક વર્ષ પછી રસીનો બૂસ્ટર ડોઝ આપી શકાશે. અત્રેની AIIMS સંસ્થાના વડા ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું કે કોરોનાવાઈરસ રસીના બૂસ્ટર ડોઝની જરૂર આવતા વર્ષે ક્યારેક પડી શકે છે.

ડો. ગુલેરીયાએ એક ન્યૂઝ ચેનલને સાથેની વાતચીતમાં કહ્યું કે અમે એન્ટીબોડીઝના આધારે લોકોને બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી કરી ન શકીએ. એ સમય પર આધાર રાખે છે. બંને ડોઝ લઈ લીધા પછી એક વર્ષ સુધી રાહ જોવી પડે કે રસી કોરોના સામે કેટલું રક્ષણ આપે છે. અમારે બૂસ્ટર ડોઝ વિશે વધારે માહિતી એકત્ર કરવાની જરૂર છે. બ્રિટનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ ત્યાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાના અને મૃત્યુ થવાના કેસનો દર ઓછો છે.