INDIA એલાયન્સનો ચહેરો બની શકે છે મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હીઃ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના બનાવવા માટે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓની ગઈ કાલે બેઠક થઈ હતી.દિલ્હીમાં થયેલી બેઠકમાં વિપક્ષના વડા પ્રધાન ઉમેદવારને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને દિલ્હીના cm અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેથી INDIA એલાયન્સનો ચહેરો બની શકે છે મલ્લિકાર્જુન ખડગે, પરંતુ ખડગેએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

તેમણે કહ્યું હતું કે અત્યારથી આ સૂચનની કોઈ જરૂર નથી.ચૂંટણી પછી આપણે નક્કી કરી શકીએ કે આગામી વડા પ્રધાન કોણ હશે.પહેલા આપણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જીત પર. મલ્લિકાર્જુન ખડગે સતત નવ વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ આટલી સફળતા પછી પણ કર્ણાટકના CM ના બની શક્યા. તેઓ ત્રણ વાર કર્ણાટકના CM બનતાં-બનતાં રહી ગયા હતા. સૌપ્રથમ વાર 1999માં, એ પછી 2004માં અને ત્રીજી વાર 2013માં મુખ્ય પ્રધાન બનતાં-બનતાં રહી ગયા છે.

80 વર્ષના ખડગે અત્યાર સુધીમાં 12 ચૂંટણી લડી ચૂક્યા છે.તેમાંથી તેમને એક વાર 1999માં હારનો સામનો કરવો પડ્યો હતો. જે તેમના ચૂંટણી એજન્ટ હતા અને પછીછી વિધાનસભ્ય બની ગયા હતા.  જોકે એ પછી તેઓ ભાજપમાં સામેલ થઈ ગયાહતા. ખડગે 1972થી 2008ની વચ્ચે સતત નવ વખત કર્ણાટક વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.તેમણે આઠ વાર મુરમિતકલ ચૂંટણી વિસ્તાર અને એક વાર ચિતાપુરથી જીત નોંધાવી હતી.