ભારતમાં ડ્રાઈવરલેસ કાર માટે હું ક્યારેય પરવાનગી નહીં આપું: ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે તેઓ ભારતમાં ડ્રાઈવર-વિહોણી કાર લાવવાની ક્યારેય પરવાનગી નહીં આપે.

ગડકરીએ આ માટે એવું કારણ આપ્યું છે કે આનાથી અનેક ડ્રાઈવરોની નોકરીઓ છીનવાઈ જશે. હું એવું થવા નહીં દઉં. ડ્રાઈવરલેસ કાર તો એવા દેશ માટે યોગ્ય છે જ્યાં લોકોની વસ્તી ઓછી હોય.