નફારૂપી વેચવાલીએ સેન્સેક્સમાં 931, નિફ્ટીમાં 300 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં રેકોર્ડ તેજી પછી જોરદાર નફારૂપી વેચવાલી થી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટીને બંધ આવ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો. BSEના બધા સેક્ટર તૂટીને બંધ રહ્યા હતા. સેક્ટોરલની દ્રષ્ટિએ મેટલ, પાવર અને ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક સંકેતોએ બજારનો પ્રારંભ તેજી સાથે થયો હતો, પરંતુ ટ્રેડિંગ સેશનના છેલ્લા એક કલાકમાં નફારૂપી વેચવાલીનું દબામ જોવા મળ્યું હતું. જેથી નિફ્ટી 21,200ની નીચે બંધ થયું હતું. 23 ઓક્ટોબર, 2022 પછી નિફ્ટી મિડકેપમાં ઇન્ટ્રા-ડેનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSEની લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 9 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 70,506ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 303 પોઇન્ટ તૂટીને 21,150ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્કમાં 426 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ 1488 પોઇન્ટ તૂટીને 44,,025ના સ્તરે બંધ આવ્યો હતો. રોકાણકારોએ સાર્વત્રિક વેચવાલીએ રૂ. 9.32 લાખ કરોડ ગુમાવ્યા હતા. સૌથી વધુ ઘટાડો પાવર, યુટિલિટી, ટેલિકોમ અને સર્વિસિઝ સેક્ટરના શેરોમાં જોવા મળી હતી.શેરબજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર શેરબજાર ઊંચા લેવલ પરથી પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં વેચવાલી ફરી વળી હતી. રોકાણકારોએ શેરોમાં નફારૂપી વેચવાલી કરી હતી. BSEમાં કુલ 3921 શેરોમાં કામકાજ જોવા મળ્યાં હતાં. એમાં 661 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 3175 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 85 શેરો સપાટ બંધ રહ્યા હતા.