દેશવ્યાપી લોકડાઉન લંબાવાયુંઃ 17 મે સુધી અમલમાં રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત દેશવ્યાપી લોકડાઉનની મુદતને 4 મેથી બે વધુ સપ્તાહ સુધી લંબાવી દીધી છે. લોકડાઉન-3 17 મે સુધી અમલમાં રહેશે.

સરકારે આ ત્રીજી બીજી વખત લોકડાઉનની મુદત લંબાવી છે. મહાબીમારીને વધુ ફેલાતી રોકવા માટે ગઈ 25 માર્ચે જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તે 21 દિવસનું હતું. 14 એપ્રિલે એ ખતમ થાય એ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

હવે લોકડાઉન-2 પૂરું થાય એ પહેલાં એને ફરી લંબાવવામાં આવ્યું છે.

વાઈરસ ટ્રાન્સમિશનની ચેનને તોડવા માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનને ઓળખી કાઢવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 અંતર્ગત ઓર્ડર ઈસ્યૂ કરીને લોકડાઉનની મુદતને લંબાવી દીધી છે. આ જાણકારી ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે.

લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોયઃ

  • વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા
  • આંતર-રાજ્ય રોડ અવરજવર
  • શાળા-કોલેજો
  • થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો
  • સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે.
  • તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે.

ઓરેન્જ ઝોનમાં આની પરવાનગી છેઃ

  • ટેક્સીઓ, 1 ડ્રાઈવર અને બે પેસેન્જર સાથેની કેબ એગ્રીગ્રેટર્સ (ઓર્ડરમાં સુધારો કર્યો)
  • માત્ર પરવાનગીકૃત પ્રવૃત્તિ માટે આંતર-જિલ્લા અવરજવર
  • ફોર-વ્હીલર્સઃ વધુમાં વધુ બે પેસેન્જર અને ડ્રાઈવર
  • ટુ-વ્હીલર્સઃ પાછળની સીટ પર બેસાડવાની પરવાનગી

રેડ ઝોનમાં આની પરવાનગી રહેશેઃ

  • ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ (માત્ર આવશ્યક ચીજવસ્તુઓ માટે જ)
  • ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક, બાંધકામ પ્રવૃત્તિઓ
  • ખેતીવાડી, પશુપાલન પ્રવૃત્તિઓ
  • જાહેર વપરાશની સેવાઓઃ વીજળી, પાણી, ઈન્ટરનેટ

રેડ ઝોનમાં આની પરવાનગી નહીં:

  • સાઈકલ રિક્ષા, ઓટોરિક્ષા
  • ટેક્સી, કેબ એગ્રીગેટર્સ
  • વાળંદની દુકાનો, સ્પા અને સલૂન
  • આંતર-જિલ્લા બસ સેવા