જિયો-વોડાફોને ગ્રાહકો માટે જાહેર કરી સ્પેશિયલ ઓફર્સ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકડાઉનને લઈને દેશની ટેલિકોમ કંપનીઓ એમના ગ્રાહકોને સતત નવી ઓફર્સ આપી રહી છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓએ પહેલા પ્રીપેડ પેકની વેલિડીટી વધારી, પોતાના ગ્રાહકોને 10 રુપિયા મફત ટોકટાઈમ આપ્યો. આ સિવાય સતત વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે નવા રિચાર્જ પેક પણ જાહેર કર્યા છે. જિયોએ જ્યાં વર્ક ફ્રોમ હોમ પેક લોન્ચ કર્યું, ત્યાં જ વોડાફોને ડબલ ડેટા ઓફર કર્યો છે. એકવાર ફરીથી જિયો અને વોડાફોને પોતાના ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા ઓફર મફત આપવાની જાહેરાત કરી છે.

વોડાફોનની વાત કરીએ તો, વોડાફોને એક એવું રિચાર્જ પેક લોન્ચ કર્યું છે કે પૂર્ણ રીતે ફ્રી છે. 7 દિવસની વેલિડિટી સાથે આવનારા આ વોડાફોન રિચાર્જ પેક માટે ગ્રાહકોએ કોઈ જ પૈસા આપવા પડશે નહી. પરંતુ આ રિચાર્જ કેટલાક પસંદગીના ગ્રાહકોને જ કંપની આપી રહી છે. આ રિચાર્જ પેકમાં 7 દિવસ સુધી દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ કોલ જેવી સુવિધાઓ મળે છે.

વોડાફોન તરફથી મળી રહેલા વધારે ડેટા અને વોઈસ કોલિંગ બેનિફિટ્સની માહિતી મેળવવા માટે આપ 121363 ડાયલ કરી શકો છો. જો આપને આ ઓફર આપવામાં આવી હોય તો આપના માટે એક મેસેજથી કન્ફર્મેશન આવશે. જો આપને ઓફર નથી મળી તો આપને એક વોઈસ મેસેજ કરીને જાણકારી આપવામાં આવશે. નવી ઓફરને કન્ફર્મ કરનારા મેસેજમાં લખ્યું છે કે આ લોકડાઉનને લઈને યૂઝર્સને આપવામાં આવેલી સ્પેશિયલ ગિફ્ટ છે.

જિયોની વાત કરીએ તો 7 એપ્રીલથી અકાઉન્ટમાં થઈ રહેલા ક્રેડિટ જિયો ડેટા પેકને અંતર્ગત કંપની રોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. કંપનીએ એક્સ્ટ્રા ડેટાને 27 એપ્રીલથી યૂઝર્સના અકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું શરુ કર્યું છે. કેટલાક યૂઝર્સના અકાઉન્ટમાં આ 28 એપ્રીલના રોજ પણ ક્રેડિટ થયું છે. અકાઉન્ટમાં એક્સ્ટ્રા ક્રેડિટ કરવામાં આવ્યા બાદ આ ચાર દિવસ સુધી વેલિડ રહે છે. આ પહેલા પણ કંપની જિયો ડેટા પેક અને વર્ક ફ્રોમ હોમ જેવી પ્રોફેશનલ ઓફર અંતર્ગત 2 જીબી ડેટા રોજ ઓફર કરી ચૂકી છે.