103-વર્ષનાં વૃદ્ધાએ કોરોના-રસી લીધીઃ દેશનાં સૌથી મોટી-વયનાં મહિલા

બેંગલુરુઃ અહીંની એપોલો હોસ્પિટલે એક અખબારી યાદી બહાર પાડી છે જેમાં જાહેરાત કરી છે કે 103-વર્ષનાં એક મહિલાએ કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો છે. આ સાથે તે આ રસી લેનાર દેશનાં સૌથી મોટી ઉંમરનાં મહિલા બન્યાં છે.

કર્ણાટકનાં રહેવાસી જે. કામેશ્વરી નામનાં મહિલાએ ગઈ કાલે બેંગલુરુમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. એપોલો હોસ્પિટલે કહ્યું છે કે કોવિડ-19 રસી વિશે હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર કામેશ્વરી દેશમાં આ રસી લેનાર સૌથી મોટી ઉંમરનાં મહિલા છે. એપોલો હોસ્પિટલે ટ્વીટ કરીને કામેશ્વરીને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપી છે. દરમિયાન, ભારતભરમાં કોરોના રસી લેનારાઓની સંખ્યા અઢી કરોડને પાર કરી ગઈ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાણકારી આપી છે.

(તસવીર સૌજન્યઃ એપોલો હોસ્પિટલ-બેંગલોર ટ્વિટર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]