રાષ્ટ્રીય પક્ષોને છેલ્લાં 14 વર્ષમાં રૂ. 11,234 કરોડનું ફંડ મળ્યું

નવી દિલ્હીઃ દેશના રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ 2004-05થી  વર્ષ 2018-19 દરમ્યાન 11,234 કરોડનું ફંડ અજાણ્યા સ્રોતો મારફત મળ્યું હતું, એવો દાવો બિનસરકારી સંસ્થા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક્સ રિફોર્મ (ADR)એ કર્યો હતો. આ વિશ્લેષણે ADRએ એણે સાત રાષ્ટ્રીય પાર્ટીઓ –ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકોંપા), બહુજન સમાજ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા) દ્વારા ચૂંટણી પંચને આપેલી માહિતો ઉપયોગ કર્યો હતો.

ફંડ આપનાર દાતાનાં નામ જાહેર નહીં

આવકવેરા રિટર્નમાં જાહેર થયેલું આ ફંડ છે, જેમાં દાનકર્તાનાં નામની માહિતી નથી હોતી અને દાનની રકમ રૂ. 20,000થી ઓછી હોય છે. અજાણ્યા સ્રોતોમાં ચૂંટણી બ્રાન્ડ, કૂપનનું વેચાણ, રાહત ફંડ. વિવિધ આવક, સ્વૈચ્છિક યોગદાન અને મોરચામાં આપવામાં આવેલાય યોગદાનની રકમ સામેલ છે. જોકે આ પક્ષોને આપેલા ફંડનાં નામોને જાહેર કરવામાં નથી આવ્યાં. જોકે આ પક્ષોને 2004-05થી 2018-19 સુધીમાં રૂ. 11,234.12 કરોડનું ભંડોળ મળ્યું છે.અજાણ્યા સ્રોતોથી ભાજપને સૌથી વધુ ફંડ મળ્યું

વર્ષ 2018-19માં ભાજપે અજાણ્યા સ્રોતોથી રૂ. 1,612.04 કરોડ મળ્યા હોવાની જાહેરાત કરી હતી, જે અન્ય રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલુ રૂ. 2,512.98 કરોડના 64 ટકા છે, જે અન્ય પાંચ રાષ્ટ્રીય પક્ષોને મળેલા ફંડ કરતાં દોઢ ગણું વધુ  છે. અજાણ્યા સ્રોતોથી કોંગ્રેસને રૂ. 728.88 કરોડ મળ્યા હતા, જે કુલ ફંડના 29 ટકા છે, એમ ADRએ જણાવ્યું હતું. એના અહેવાલ મુજબ કોંગ્રેસ અને રાકોંપાને વર્ષ 2004-05થી વર્ષ 2018-91 દરમ્યાન કૂપનના વેચાણથી રૂ. 3,902.63 કરોડની આવક થઈ હતી.