મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનોમાં પણ વાઈન મળશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર અને સુપરમાર્કેટમાં વાઈનનું વેચાણ કરવા દેવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. આને કારણે વાઈન ખરીદવાનું લોકો માટે હવે સરળ થશે.

જોકે સરકારના આ નિર્ણયનો વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો છે. વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકારને ખેડૂતો, ગરીબ લોકોની કંઈ પડી નથી. એણે માત્ર ને માત્ર દારૂને જ પ્રાધાન્ય આપ્યું છે. સત્તાના નશામાં ચૂર થયેલી સરકારે ગરીબોને મદદ કરવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]