મુસ્લિમોનું ધુબરીમાં 92 ટકા મતદાનઃ દેશને દેખાડે છે રાહ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન 13 મેએ થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થશે. લોકસભા ચૂંટણી પહેલાં ત્રણ તબક્કામાં મતદાન મામલે આસામની ધુબરી લોકસભા સીટ સૌથી ઓગળ છે. ટર્નઆઉટ એપ મુજબ આ સીટ પર 92.08 ટકા મતદાન થયું હતું. ત્રણ તબક્કામાં 283 લોકસભા સીટો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે.

ધુબરી લોકસભા સીટને AIUDFના ચીફ બદરુદ્દીન અજમલનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર ગઈ ચૂંટણીમાં આશરે 91 ટકા મતદાન થયું હતું. આસામના ધુબરી લોકસભા સીટમાં કુલ મતદારોની સંખ્યા 26.43 લાખ મતદારો છે. અહીં સૌથી વધુ મતદારોની સંખ્યા બંગાળી મુસ્લિમોની છે.

આ સાથે આસામની બારપેટા લોકસભા સીટ પણ આ ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. આ સીટ પર ગઈ વખતે 86.6 ટકા મતદાન થયું હતું. આ વખતે અહીં 85.2 ટકા મતદાન થયું હતું. અહીં હવે આ વિસ્તારની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે અહીં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 35 ટકા છે.

પહેલાં અહીં મુસ્લિમ મતદાતોની સંખ્યા આશરે 60 ટકા હતી.ગુજરાતમાં માત્ર બનાસકાંઠા લોકસભા સીટ પર ગઈ વખત કરતાં વધુ મતદાન થયું હતું. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એવી સીટોની સંખ્યા છ-છ રહી છે. UPમાં SPના ગઢ મૈનપુરી લોકસભા સીટ પર આ વખત કરતાં બે ટકા વધુ મતદાન થયું હતું.