કોલકાતાઃ લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો એકમેક પર હુમલા કરી રહ્યા છે. ભાજપની સરકાર કાયમ માટે નથી રહેવાની. આજે નહીં તો કાલે સરકાર બદલાશે. ભાજપ, ED, CBI હંમેશાં ત્યાં નથી રહેવાના હું આજે નહીં તો કાલે જરૂર બદલો લઈશ એમ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને TMCનાં વડા મમતા બેનરજીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું.
બંગાળના હલ્દિયામાં મમતા બેનરજીએ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે નંદીગ્રામમાં તેમને હરાવવા માટે ચૂંટણી પરિણામો બદલવામાં આવ્યાં છે. મારી સાથે છેતરપિંડી, બેઇમાની અને છળ કરવામાં આવ્યું છે. મારા મત લૂંટી લેવામાં આવ્યા છે અને રેગિંગ પણ થયું છે. ચૂંટણી પહેલાં DM, SP અને ICને બદલવામાં આવ્યા હતા અને ચૂંટણી પૂરી થયા પછી લોડશેડિંગ કરીને પરિણામો બદલવામાં આવ્યાં હતાં. હું આજે નહીં તો કાલ બદલો જરૂર લઈશ, હંમેશાં ભાજપની સરકાર નથી રહેવાની, એમ તેમણે કહ્યું હતું.
એ સાથે તેમણે પશ્ચિમ બંગાળની જનતાને કોંગ્રેસ અને CPI-Mને મત ના આપવાની અપીલ કરી હતી. આ બંને પાર્ટીના લોકો ભાજપ પાસે પૈસા લે છે. CPI-M અને કોંગ્રેસ અહીં બંગાળમાં ચૂંટણી લડવા માટે ભાજપના પૈસાનો ઉપયોગ કરી રહી છે. તેમને એક મત પણ ના આપતા. એમાં કોઈ ભ્રમ નથી કે અમે ગઠબંધનનો હિસ્સો છીએ, પરંતુ બંગાળની CPI-M અને કોંગ્રેસ એનો હિસ્સો નથી, પરંતુ અમે ઇન્ડિયા એલાયન્સનો બ્લોક બનાવ્યો છે. અમે સરકાર પણ બનાવીશું. કેન્દ્ર સ્તરે અમે ગઠબંધનમાં છીએ,