હિમાચલ પ્રદેશ વિધાનસભા-ચૂંટણીઃ 12-નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હીઃ વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે જાહેરાત કરી છે કે હિમાચલ પ્રદેશમાં 68-સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે આવતી 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે તથા પરિણામ જાહેર કરાશે.

હાલની વિધાનસભાની મુદત 2023ની 8 જાન્યુઆરીએ પૂરી થાય છે. હિમાચલ પ્રદેશમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2017ની ચૂંટણીમાં તેણે 44 સીટ જીતી હતી. કોંગ્રેસને ફાળે 21 સીટ આવી હતી જ્યારે અન્યોએ 3 સીટ મેળવી હતી.