PM મોદીજી, લખીમપુરનો વિડિયો શું તમે જોયો?: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત પછી ત્યાં જવા દરમ્યાન રસ્તામાં અટકાયતમાં લીધેલાં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી 28 કલાક પછી પણ પોલીસ હિરાસતમાં છે. પ્રિયંકાએ ખેડૂતોને કારથી કચડવાનો વિડિયો જારી કરીને વડા પ્રધાન મોદીથી સવાલ કર્યો છે. તેમણે કહ્યું છે કે મોદીજી નમસ્કાર. મેં સાંભળ્યું છે કે આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવા માટે તમે લખનઉ આવી રહ્યા છો. શું તમે એ વિડિયો જોયો છે?, જેમાં તમારી સરકારના પ્રધાનનો પુત્ર ખેડૂતોને ગાડીથી કચડતા દેખાઈ રહ્યા છે. એ વિડિયો જોઈને દેશને જણાવશો કે એ પ્રધાનને કાઢી કેમ નથી મુકાયા અને પ્રધાનના પુત્રની ધરપકડ કેમ નથી કરવામાં આવી?

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ચાર ખેડૂતોને ઘસડવાથી અને ઇજાથી મોત થયાં છે. કોઈ પણ ખેડૂતનું મોત ગોળી લાગવાથી નથી થઈ, જ્યારે અન્ય લોકોનાં મોત લાકડીઓથી મારપીટથી થઈ છે.

લખીમપુર ખીરીના તિકોનિયા ક્ષેત્રમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોતને મામલે સોમવારે ઘટનાસ્થળે સીતાપુરથી અટકાયમાં લેવામાં આવેલાં કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીએ પીડિત ખેડૂત પરિવારો સાથે મુલાકાત કર્યા વગર પરત નહીં કરવાની જાહેરાત કરી હતી.

લખીમપુર ખીરીના તિકોનિયા વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું એક જૂથ કેન્દ્રીય પ્રધાન અજયકુમાર મિશ્રા અને રાજ્યના ઉપમુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત વખતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું. જેથી ખેડૂતો લાલઘૂમ હતા અને વિરોધ પક્ષો ભાજપ પર તીખો હુમલો કર્યો હતો.