અતીક અહેમદના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર, ગુલામનું પણ મોત

 ઝાંસીઃ અતીકનો પુત્ર અસદ UP STFએ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અને બાહુબલી અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ હત્યાકાંડમાં શૂટર ગુલામ મોહમ્મદનું પણ મોત થયું છે. બંને આરોપી પર રૂ. પાંચ-પાંચ લાખનું ઇનામ હતું. શૂટર ગુલામને UP STFએ ઝાંસીમાં ઠાર કર્યો હતો. અસદ અને ગુલામ- બેને પાસે નવાં સિમ કાર્ડ અને નવા ફોન હતા. તેમની પાસે વિદેશી હથિયાર હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર UP STFએ પહેલાં આ બંનેનેમ ચેતવણી આપી હતી, અસદ અને ગુલામે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું અને જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. એ ફાયરિંગમાં બંને જણ માર્યા ગયા હતા.

UP પોલીસે ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અતીક અહેમદના પુત્ર અસદની તલાશ છેલ્લા ઘણા દિવસોથી હતી. અસદ દિલ્હીમાં 15 દિવસો રોકાયો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તે દક્ષિણ અને પશ્ચિમી દિલ્હી સિવાય અન્ય જગ્યાઓએ 15 દિવસો સુધી છુપાયેલો રહ્યો હતો. UP STFની સૂચના પર પાછલા મહિને દિલ્હી પોલીસ સ્ટેશન સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટે અસદના ત્રણ મદદ કરનાર આરોપીઓને આર્મ્સ એક્ટમાં અટકાયત કરીને UP STFને સોંપી દીધો હતો.  પ્રયાગરાજની કોર્ટમાં અતીકને તેના પુત્રના મોતના સમાચાર આપવામાં આવતાં તે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો અને તેને કોર્ટમાં ચક્કર પણ આવ્યાં હતાં.