નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અપહરણ કરવામાં આવેલી 16 વર્ષીય તરુણીને ગુજરાતથી સુરક્ષિત છોડાવી છે. પોલીસે દિલ્હીમાંથી અપહરણ કરવામાં આવેલી એક 16 વર્ષની યુવતીને ગુજરાતના વાપીમાંથી સુરક્ષિત બચાવી લીધી છે. જોકે આરોપી હજી ફરાર છે, એમ પોલીસે કહ્યું હતું.
રાજોરી ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ચોથી જૂને ફરિયાદ મળી હતી કે એક કિશોરી શબાના ખાતુનને એક અજાણી વ્યક્તિએ અપહરણ કરી લીધું છે. એ પછી ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 363 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો અને તપાસ જારી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તપાસ દરમ્યાન 80થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજનું વિશ્લેષણ કર્યું હતું અને આ ફુટેજમાં 21-25 વર્ષનો એક યુવક અપહરણ કરવામાં આવેલી યુવતી સાથે દેખાયો હતો. ત્યાં આસપાસના વિસ્તારમાં સંદિગ્ધ યુવકનો ઓળખ માટે દેખાડવામાં આવ્યો હતો અને એક દુકાનદારે એની ઓળખ કરી લીધી હતી. તેનું નામ ગુજરાતના વાપીનિવાસી સમીર બતાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી તેના મિત્રના મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો, જેનું લોકેશન છેલ્લે દમણ અને દીવમાં ટ્રેક કરવામાં આવ્યો હતો. જોકે દરોડા ટીમ દ્વારા કલાકો તપાસ કરવા છતાં આરોપીનો પતો ન લાગી શક્યો.
વાપીથી નવી ટીમે આરોપીના ગામ પહોંચી, પણ સમીર અને તેનો પરિવાર રફુચક્કર થયો હતો. નવ કલાકની ડોર-ટુ-ડોર પૂછપરછ પછી અપહરણ યુવતીને વાપીના બસ ડેપોથી સુરક્ષિત રીતે પકડી લેવામાં આવી હતી.