નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને ખતમ કરવા માટે વર્ષના પ્રારંભથી રસીકરણની શરૂઆત થઈ છે, જેથી હવે રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ માર્ચમાં થશે, જેમાં 60 વર્ષ અને એનાથી વધુ ઉંમરના આશરે 27 કરોડ લાભાર્થીઓને કોવિડ-19ની રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં બે જૂથોમાં વહેંચવામાં આવશે. એક જૂથને મફત રસી લાગશે, જ્યારે બીજા જૂથે રસી માટે ચુકવણી કરવી પડશે.
દેશમાં રસીકરણનો પ્રારંભ 16 જાન્યુઆરીથી થયો હતો, જેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પ્રાથમિકતા જૂથોને રસી લગાવવાનો ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો. દેશમાં રસીકરણનો આગામી તબક્કો માર્ચના પહેલા સપ્તાહથી થશે. તેમણે કહ્યું હતું કે પ્રાથમિકતા જૂથ 50 વર્ષથ અને એનાથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. આ જૂથને અંદર 60 વર્ષ અને એનાથી વધુ વયના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે, જોકે તેમણે પહેલાં માટે નોંધણી કરવાની રહેશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. આગામી તબક્કામાં સ્વ-નોંધણી કરતી વખતે લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલી મતદાતાની યાદી અને આધારના ડેટાને આધારે તપાસ કરવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું.
રાજ્યોએ રસીકરણની ઝડપ વધારવા અને દરેક સપ્તાહમાં કમસે કમ ચાર દિવસ રસીકરણ માટે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં બધા જાહેર આરોગ્ય સુવિધાઓને કોલ્ડ ચેઇન પોઇન્ટ્સમાં નકશો તૈયાર કરવામાં આવ્યો છે. એને રાજ્યો દ્વારા અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે, એમ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું.