કોંગ્રેસે ગોવામાં સરકાર રચવાનો દાવો કર્યો

પણજી – ગોવા રાજ્યમાં હાલની ભાજપ શાસિત સરકારના વડા, મુખ્ય પ્રધાન મનોહર પરિકર નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે રાજ્યમાં ભાજપની સરકારને બરતરફ કરી પોતાની પાર્ટીની સરકાર રચવાનો ગવર્નર સમક્ષ દાવો રજૂ કર્યો છે.

ગોવામાં કોંગ્રેસના 14 વિધાનસભ્યો છે. પાર્ટીએ રાજભવન ખાતે ગવર્નર મૃદુલા સિન્હાને પોતાના વિધાનસભ્યોની યાદી સુપરત કરી દીધી છે.

પત્રમાં કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે મનોહર પરિકર સરકાર કામ કરતી નથી એટલે કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ.

જોકે ગવર્નર અને કોંગ્રેસના વિધાનસભ્યો વચ્ચે હજી સુધી બેઠક યોજાઈ નથી.

ગોવામાં કોંગ્રેસ સૌથી વધુ બેઠક જીતનાર પાર્ટી છે.

ગોવામાં કોંગ્રેસના 16 વિધાનસભ્યો છે જ્યારે ભાજપના 14 છે. ભાજપના બે સહયોગી પક્ષ – ગોવા ફોરવર્ડ પાર્ટી તથા મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3-3 વિધાનસભ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]