જામનગરઃ નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું

જામનગરઃ શહેરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જામનગર એલસીબીની ટીમે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી નકલી ચલણી નોટો બનાવતા એક વ્યક્તિની અટકાયત કરી છે.ધરપકડ કરાયેલા શખ્શ પાસેથી રૂપિયા 65,500ની નવી ખોટી ચલણી નોટો ઝડપી લેવામાં આવી છે. તેની પાસેથી 2000ના દરની 32 અને 500ના દરની 7 જેટલી ખોટી નોટો ઝડપી લેવામાં આવી છે. આ સાથે તેની પાસેથી 39 નકલી નોટ ઝડપી હતી. પોલીસે આરોપી પાસેથી નકલી નોટો બનાવાની સામગ્રી પણ જપ્ત કરી છે. આરોપી કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતો હતો.

પોલીસે આ શખ્સ પાસેથી કલર પ્રિન્ટર મશીન, સ્કેનર અને 50 નંગ કોરા કાગળ સહિત નકલી નોટો બનાવવાની અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. ત્યારે આ સમગ્ર કેસમાં અન્ય કેટલાક લોકોના નામ પણ સામે આવે તેવી શક્યતાઓ છે. આરોપી જામનગરની રાજ પેલેસ હોટલમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતે બનાવેલી નકલી નોટો જામનગરના બજારમાં વટાવતો હતો. પોલીસે હાલ તો આ વ્યક્તિની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]