બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ મુખ્ય પ્રધાન પદ માટે કોંગ્રેસના રાજ્ય એકમમાં સિદ્ધરામૈયા શિવકુમાર વચ્ચે હરીફાઈ ચાલી રહી છે ત્યારે પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના નિરીક્ષકો કર્ણાટકના કોંગ્રેસી વિધાનસભ્યોનો અભિપ્રાય મેળવશે અને પક્ષના મોવડીમંડળને પાઠવશે અને ત્યારબાદ મોવડીમંડળ મુખ્ય પ્રધાન કોને બનાવવા તેનો આખરી નિર્ણય લેશે.
ખડગેએ એમ પણ કહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે બધું સરળ રીતે પાર પડ્યું છે અને શક્ય એટલી ઝડપથી સરકાર રચવામાં આવશે.
ગઈ વેળાની વિધાનસભાની મુદત 24 મેએ પૂરી થાય છે. આનો અર્થ એ કે નવા મુખ્ય પ્રધાન અને એમના સાથી પ્રધાનોએ એ તારીખના અમુક દિવસો પૂર્વે શપથ ગ્રહણ કરી લેવા પડશે.