નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (CBSE)ને સંલગ્ન શાળાઓમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 2021ની 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે. પરિણામ 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 માર્ચથી શરૂ કરાશે. આ જાહેરાત કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ‘નિશંક’એ કરી છે.
પોખરીયાલે કહ્યું કે, કોરોના વાઈરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને અને સુરક્ષા સાથે શિક્ષણ સિદ્ધાંતનું પાલન કરીને CBSE પ્રત્યેક વિદ્યાર્થીની સલામતી માટે અનેક પગલાં લેશે. મારી તેમને ખાતરી છે કે બોર્ડ પરીક્ષાઓ JEE અને NEET પરીક્ષાઓ જેવા જ સ્તરે યોજવામાં આવશે.