નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ દિલ્હીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને સ્થાનિક ત્રાસવાદી ગ્રુપ ‘ISIS કશ્મીર’ તરફથી ધમકીભર્યો ત્રીજો ઈમેલ આવ્યો છે. દિલ્હી પોલીસને આની જાણ કરવામાં આવી છે. ગઈ કાલે મધરાત બાદ 1.37 વાગ્યે ગંભીરને મળેલા ‘ISIS કશ્મીર’ના ત્રીજા ઈમેલમાં જણાવાયું છે કે દિલ્હી પોલીસનાં મધ્ય જિલ્લાનાં ડીએસપી શ્વેતા ચૌહાણ આમાં કંઈ કરી શકે એમ નથી, કારણ કે પોલીસ દળમાં પણ અમારા જાસૂસો છે.
આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાઈબર સેલના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
