કશ્મીરમાં સેનાને મોટી સફળતા, 6 આતંકીઓનો કર્યો સફાયો

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના અનંતનાગ ખાતે આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.સુરક્ષા દળોને બાતમી મળી હતી કે, અનંતનાગના બિજબિહેરામાં કેટલાંક આતંકવાદીઓ છુપાયા છે. જે પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર વળતો પ્રહાર કર્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ અગાઉ ગત રોજ રાજ્યના કુલગામમાં આતંકવાદીઓએ સૈન્ય છાવણી ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો. આ હુમલો કરીને આતંકવાદીઓ ફરાર થઈ ગયાં હતાં.આ અગાઉ 20 નવેમ્બરના રોજ પણ જમ્મુ અને કશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓ માર્યા ગયા હતાં. અને સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. અથડામણમાં સેનાના બે અન્ય જવાનો ઘાયલ થયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]