રુપિયામાં મજબૂતી યથાવત, આજે ડોલરના મુકાબલે 35 પૈસા વધીને ખૂલ્યો

નવી દિલ્હીઃ ડોલરના મુકાબલે 74ના સ્તરે પહોંચ્યા બાદ રુપિયામાં ફરીએકવાર મજબૂતી પાછી આવી છે. સતત છેલ્લા 7 સેશનથી ડોલરના મુકાબલે રુપિયો મજબૂત થઈ રહ્યો છે.

ગુરુવારના રોજ રુપિયો ડોલરના મુકાબલે 35 પૈસાના વધારા સાથે 71.11 ના સ્તર પર ખુલ્યો છે. કાચા તેલની કીંમતોમાં નરમાશથી રુપિયામાં મજબૂતી પાછી આવી છે. વ્યાપારીઓનું માનીએ તો ઘણી વિદેશી મુદ્રાઓના મુકાબલે ડોલર કમજોર થયો છે. તો આ સાથે જ એક્સપોર્ટર્સ દ્વારા વેચાણ વધવાનો ફાયદો પણ રુપિયાને મળ્યો છે.

વ્યાપારીઓ અનુસાર દેશમાં વિદેશી ફંડ આવવાથી અને કાચા તેલની કીંમતો 7 ટકા સુધી ઘટવાથી રુપિયો મજબૂત થઈ રહ્યો છે. છેલ્લા 6 ટ્રેડિંગ સેશન દરમિયાન રુપિયો ડોલરના મુકાબલે 143 પૈસા મજબૂત થયો છે.

આ પહેલા મંગળવારના રોજ રુપિયાએ ડોલરના મુકાબલે 71.46ના સ્તર પર વ્યાપાર શરુ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]