૨૮૧ દીકરીનાં લગ્ન… ૭૫,૦૦૦ જાનૈયા સહિત એક લાખ મહેમાન!

પિતાની છત્રછાયા વિનાની દીકરીઓને મળી ભાવનગરમાં અનોખી હૂંફ

તમારે ઘેર એક દીકરીનાં લગ્ન હોય ત્યારે મહિનાઓથી કેટલી ને કેવી કેવી તૈયારી કરવી પડે. એમાંય એકની એક પુત્રી હોય ત્યારે જાનના આગમન સમયે ગમે એવી તૈયારી પણ જાણે ઓછી પડે…

હવે વિચારો કે એક જ દિવસે, એક સ્થળે એકસાથે ૨૮૧ દીકરીનાં લગ્ન હોય… કન્યા અને વરપક્ષના મળીને પંચોતેર હજાર જાનૈયા હોય, સાથે વીસથી પચ્ચીસ હજાર મહેમાનો પધારે ત્યારે?

આવો અધધધ ઐતિહાસિક સમૂહલગ્નોત્સવ એક જ દિવસે રંગેચંગે પૂરો થાય ત્યારે એની નોંધ બધાએ લેવી જ પડે.

આ અવસરનો દેવાંશુ દેસાઈનો ખાસ અહેવાલ વાંચો, આજે પ્રગટ થયેલા ‘ચિત્રલેખા’ (3 ડિસેમ્બર – 2018)ના અંકમાં…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]